મનોવિજ્ઞાન વિભાગ દ્વારા “મેનેજમેન્ટ & લીડરશીપ ગેમ્સ”
- મનોવિજ્ઞાન વિભાગના બી. એ. સેમ-૨ ના વિદ્યાર્થીઓ માટે આજ રોજ વિભાગ દ્વારા “મેનેજમેન્ટ ગેમ્સ” તથા “લીડરશીપ ગેમ્સ” નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અધ્યાપકો દ્વારા વિદ્યાર્થીઓની મેનેજમેન્ટ સ્કીલ તથા લીડરશીપ સ્કીલનો વિકાસ થાય તેવી રમતો રમાડવામાં આવી હતી. ૩૦ વિદ્યાર્થીઓએ ખુબ ઉત્સાહથી ભાગ લીધો હતો અને કોલેજના આચાર્યશ્રીએ હાજરી આપીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપ્યું હતું.