મનોવિજ્ઞાન વિભાગ દ્વારા M.Phil ના વિદ્યાર્થીઓ માટે “ગ્રંથાલય અને સંશોધન અભિમુખતા કાર્યક્રમ”
આપણી કોલેજના મનોવિજ્ઞાન વિભાગ દ્વારા હેમ. ઉત્તર ગુજરાત ગુજરાત યુનિ. પતનના મનોવિજ્ઞાન વિષયના એમ.ફિલ ના વિદ્યાર્થીઓ માટે “ગ્રંથાલય અને સંશોધન અભિમુખતા કાર્યક્રમ” તારીખ ૧૨-૧-૨૦૧૭ના ૧૦:૩૦ વાગે સવારે કોલેજના બાઈસેગ હોલમાં યોજવામાં આવ્યો હતો. જેમાં ગ્રંથપાલ શ્રીમતી વલ્લરીબેન હાથીએ સંશોધન સબંધિત પુસ્તકો, સંદર્ભો, થીસીસ વગેરે બાબતે ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું. ડૉ. પરીક્ષિત બારોટ દ્વારા પણ “સશોધનમાં કમ્પ્યુટરનો ઉપયોગ” વિશે ખુબ ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.