મહા રક્તદાનનું કેમ્પનું આયોજન
તારીખ ૧૧/૭/૨૦૧૭ ના રોજ આયોજિત મહા રક્તદાન કેમ્પમાં કોલેજ કેમ્પસ ના કર્મચારીઓ, વિદ્યાર્થીઓ તથા પાટણ નગરના નાગરિકોએ ખુબ જ મોટી સંખ્યામાં હાજર રહી રક્તદાન કર્યું હતું, જેમાં આર્ટસ કોલેજના આચાર્યશ્રી ડૉ. એલ. એસ. પટેલ સાહેબ તથા મોટાભાગના સ્ટાફ દ્વારા રક્તદાન કરી પ્રેરણા આપવામાં આવી હતી. જેનું કોલેજ તરફથી સફળ આયોજન અર્થશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ પ્રો. ઉમેદભાઈ પટેલે કર્યું હતું. રક્તદાનમાં કુલ ૫૪૭ બોટલનું મહાદાન નોંધાયું હતું.