મનોવિજ્ઞાન વિભાગ દ્વારા પ્રવાસનું આયોજન
મનોવિજ્ઞાન વિભાગ દ્વારા તારીખ:- ૨૪ થી ૨૬ જાન્યુઆરી ૨૦૧૭ દરમ્યાન મહાબળેશ્વર, પંચગીની, લોનાવાલા અને ખંડાલા નું શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું. જેમાં વિભાગના ૫૪ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સદર પ્રવાસમાં મનોવિજ્ઞાન વિભાગના ડૉ. ઉર્વીબેન ગોસ્વામી, શ્રી વિશ્વાસભાઈ પ્રજાપતિ તથા ભૂગોળ વિભાગના શ્રી નીલેશભાઈ ચૌધરીએ પણ ઉત્સાહથી ભાગ લઇ આયોજન કર્યું હતું.