GCAS 2026-27

GCAS એટલે Gujarat Common Admission Services. આ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલ એક કેન્દ્રિય ઓનલાઇન એડમિશન પોર્ટલ છે, જેના માધ્યમથી વિદ્યાર્થીઓ રાજ્યની વિવિધ સરકારી યુનિવર્સિટી તથા સંલગ્ન કોલેજોમાં UG, PG અને PhD અભ્યાસક્રમોમાં એક જ પ્લેટફોર્મ પરથી પ્રવેશ માટે અરજી કરી શકે છે. GCAS દ્વારા એડમિશન પ્રક્રિયાને વધુ સરળ, પારદર્શક અને સમયબદ્ધ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

આ પોર્ટલ દ્વારા વિદ્યાર્થીઓ ઓનલાઈન રજીસ્ટ્રેશન, કોર્સ પસંદગી, દસ્તાવેજ અપલોડ, ફી ચુકવણી અને મેરિટ આધારિત સીટ એલોટમેન્ટ જેવી તમામ પ્રક્રિયાઓ ઘરે બેઠા પૂર્ણ કરી શકે છે. ઉપરાંત, વિદ્યાર્થીઓને પ્રવેશ સંબંધિત માહિતી, સૂચનાઓ અને અપડેટ્સ પણ એક જ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ થાય છે. GCAS પ્રણાલીથી કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયામાં એકરૂપતા આવી છે અને વિદ્યાર્થીઓને વિવિધ કોલેજોમાં અલગ અલગ અરજી કરવાની મુશ્કેલીમાંથી રાહત મળી છે.

રાઉન્ડ-૧ (UG)

શ્રી અને શ્રીમતી પી. કે. કોટાવાલા આર્ટ્સ કોલેજમાં GCAS UG ના વિવિધ રાઉન્ડની કોલેજની મેરીટ યાદીમાં આવેલ વિદ્યાર્થીઓનું વિષય પ્રમાણેનું લીસ્ટ રાઉન્ડ મુજબ નીચે મુકવામાં આવશે તથા તેની સાથે આપેલ સૂચનાઓ પ્રમાણે મેરીટમાં આવેલ વિદ્યાર્થીઓએ કોલેજનું પ્રવેશ ફોર્મ ભરીને આપેલ તારીખ અને સમય મુજબ કોલેજમાં રૂબરૂ આવી પ્રવેશ ફી ભરીને પ્રવેશ કન્ફર્મ કરી જવું ફરજીયાત છે. પ્રવેશ કન્ફર્મ કરવાની તારીખ બાદ મેરીટમાં આવેલ વિદ્યાર્થી પણ પ્રવેશ માટે હક્કદાર રહેશે નહિ. GCAS માં અપલોડ કરેલ ડોક્યુમેન્ટ્સ અને પ્રવેશ પ્રક્રિયા માટે જરૂરી ડોક્યુમેન્ટ્સની ખરાઈ કરતાં જો કોઈ ખોટા કે ભૂલ ભરેલા ડોક્યુમેન્ટ્સ ધ્યાન પર આવશે, તો તે વિદ્યાર્થી પ્રવેશ માટે લાયક રહેશે નહિ અથવા GCASના નિયમો પ્રમાણે અનુસરવાનું રહેશે.